જનાઝાની નમાઝ સહીહ થવા માટેની શરતોં

જનાઝાની નમાઝ સહીહ થવા માટે બે કિસમ ની શરતોં છેઃ (૧) નમાઝથી સંબંધિત શરતોં અને (૨) મય્યિતથી સંબંધિત શરતોં

નમાઝથી સંબંધિત શરતોઃ

જનાઝાની નમાઝની સિહતનાં માટે સેમ તેજ શરતોં છે, જે આમ નમાઝોની સિહતનાં માટે જરૂરી છે એટલે કેઃ

(૧) જનાઝાની નમાઝ અદા કરવા વાળો બાવુઝૂ હોય.

(૨) મુસલ્લીનાં દરેક તે આઝા(અંગો) છુપાયેલા હોય, જેને નમાઝની સિહતનાં માટે છુપાવવુ જરૂરી છે.

(૩) કિબ્લા રુખ થઈ નમાઝ પઢે (કિબ્લા તરફ ચેહરો કરી નમાઝ પઢે).

(૪) મુસલ્લીનું શરીર, કપડા અને નમાઝની જગ્યા પાક હોય.

(૫) મુસલ્લી જનાઝાની નમાઝ અદા કરવાની નિય્યત કરે.[૧]

Source: http://ihyaauddeen.co.za/?p=1773


[૧] و أما الشروط التي ترجع إلى المصلي فهي شروط بقية الصلوات من الطهارة الحقيقة بدنا و ثوبا و مكانا والحكمية وستر العورة والاستقبال والنية سوى الوقت (رد المحتار ۲/۲٠۷)

Check Also

સમુદ્ર માં ડૂબીને અથવા કુંવામાં પડીને મરવુ

અગર કોઈ વ્યક્તિ સમુદ્રમાં ડૂબી જાય અને તેની લાશ ન મળે, તો તેનાં માટે ન તો ગુસલ છે અને ન કફન અને જનાઝાની નમાઝ...